કોરોના વાયરસ કેમેય કરીને કંટ્રોલમાં આવતો નથી. પરિણામે રાજ્યમાં રૂપાણી સરકારના વહીવટ સામે અંદરખાને ગણગણાટ શરૂ થઈ ગયો છે. રૂપાણી સરકાર નિષ્ફળ ગઈ હોવાથી ભાજપનું મોવડી મંડળ રાજ્યમાં મુખ્યમંત્રી બદલવા જઈ રહ્યું હોવાની વાતો વહેલી થઈ હતી. આખરે ખુદ કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સામે આવીને આ પ્રકારની વાત માત્ર અફવા હોવાનું કહીને રાજકીય ચર્ચા પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સુબ્રમણિયન સ્વામીના એક જ ટ્વિટે દેશના રાજકારણમાં ચર્ચાના વમળો સર્જ્યા હતાં. ભાજપના સિનિયર નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતમાં કોરોના વાયરસને લીધે ચાલી રહેલા રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું કે ‘ગુજરાતમાં આનંદીબેન પટેલ ફરી મુખ્યમંત્રી તરીકે આવે તો કોરોના વાયરસનો મોતનો આંકડો સ્થિર કરી શકાય તેમ છે.’ આમ હવે ખુદ દિલ્હીથી જ આડકતરી રીતે વિજય રૂપાણી વિરૂદ્ધ અવાજ ઉઠ્યો છે.
click and follow Indiaherald WhatsApp channel