દિલ્હી હાઇકોર્ટે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને લઇને એક મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વકીલ અપર્ણા ભટ્ટને શ્રેય આપ્યા વગર છપાકને રિલીઝ કરવાથી રોકી દીધા છે. વકીલ અપર્ણા ભટ્ટે કાયદાકીય લડતમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ નિર્ણય બાદ મલ્ટીપ્લેક્સ 15 જાન્યુઆરીથી અને લાઇવ સ્ટ્રીમિંગ જેવા પ્લેટફોર્મ 17 જાન્યુઆરીથી પ્રભાવિત થશે. આ પહેલા દિલ્હીલ હાઇકોર્ટે છપાકના ફિલ્મ નિર્માતાઓને વકીલ અપર્ણા ભટ્ટને શ્રેય આપવાનો નિર્દેશ આપ્યો હતો.

દિલ્હી હાઇ કોર્ટે શુક્રવારે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકના નિર્માતાઓને સવાલ કર્યો હતો કે તેમણે એસિડ હુમલાની પીડિતા લક્ષ્મી અગ્રવાલની વકીલને તેનાથી લેવામાં આવેલી જાણકારી માટે શ્રેય કેમ આપ્યો નહીં. ફિલ્મ છપાક લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે અને તે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી.

કોર્ટે ફોકસ સ્ટાર સ્ટૂડિયોની એક અરજી પર સુનાવણી કરતા દરમિયાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશકથી સવાલ કર્યો હતો. અરજીમાં કોર્ટે ગુરુવારના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો જેમા અધિવક્તા અપર્ણા ભટ્ટના યોગદાનને જોતા તેમણે શ્રેય આપવા માટે કહ્યું હતું. જજ પ્રતિભા એમ સિંહે અરજી પર આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. અને કહ્યું કે શનિવારે સવારે નિર્ણય સંભળાવશે. કોર્ટે સવાલ કર્યો હતો કે વકીલને શ્રેય આપવામાં શુ તકલીફ છે અને નિર્માતા તેમનાથી જાણકારી લેવા કેમ ગયા હતા. આ દરેક દલીલને ધ્યાનમાં રાખતા ફિલ્મ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: