બોલીવુડમા થોડા દિવસો પહેલા જાણીતા એક્ટરે આત્મહત્યા બાદ ફરી દિલ તો હેપ્પી જી સીરિયલની ટીવી અભિનેત્રી સેજલ શર્માએ શુક્રવારે સવારે આત્મહત્યા કરી લીધી. આ શો સ્ટાર પ્લસ પર આવતો હતો. એક રિપોર્ટ અનુસાર સેજલ શર્માને એક્ટિંગ અને ડાન્સ પસંદ હતો અને તે ફિલ્મોમાં કરવા માંગતી હતી. એવું કહેવામાં આવે છે કે આ પગલું તેને તેની પર્સનલ લાઇફને લઇને ઉઠાવ્યું છે અને તેની પ્રોફેશનલ લાઇફમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. જોકે, આ અંગે હાલ પૂરી જાણકારી મળી શકી નથી.
સેજલ શર્માએ આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં પણ કામ કરી ચૂરી છે. સેજલે તેના મુંબઇ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પોલીસને ઘટના સ્થળ પર એક સુસાઇડ નોટ મળવાની વાત કહી છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે સેજલ તેની પર્સલન લાઇફમાં ખૂબ પરેશાન હતી. ગુરુવારે રાતે તેને તેના મિત્રો સાથે ઘણી લાંબી વાત કરી. આ અંગે મીરા રોડ સ્થિત પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.
સેજલ મીરા રોડ પૂર્વની રોયલ નેસ્ટ સોસાયટીમાં મિત્રો સાથે રહેતી હતી. પોલીસે જણાવ્યું કે સેજલના ઘરેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમા તેને આત્મહત્યાનું કારણ ખાનગી જણાવ્યું છે.
ટીવી સિરિયલમાં આવતા પહેલા સેજલ શર્માએ જાહેરાતમાં આવતી હતી. તેને આમિરખાન સાથે મોબાઇલ ફોન વીવોની પણ જાહેરાત કરી ચૂકી છે. મૂળ તે રાજસ્થાનની રહેનારી હતી તે તેના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ ત્રણ વર્ષ પહેલા મુંબઇ આવી હતી.
click and follow Indiaherald WhatsApp channel