અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. રોહિત શેટ્ટીની આ ચોથી ફિલ્મ કોપ યુનિવર્સ પર આધારિત છે. ચાર મિનિટ લાંબા ટ્રેલરમાં દમદાર સંવાદો સાથે અક્ષય કુમાર ધમાકેદાર એક્શન કરતો જોવા મળ્યો છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ બેકડ્રોપ પર આધારિત છે. મુંબઈમાં મોટો આતંકી હુમલો થવાનો છે અને તેને ટાળવા માટે વીર સૂર્યવંશી (અક્ષય)ની મદદ લેવામાં આવી છે.
ટ્રેલરમાં અક્ષય કુમારના હેલિકોપ્ટર સાથેના કમાલના સ્ટન્ટ્સ જોવા મળ્યાં છે. ટ્રેલરમાં અક્ષય એક્ટર રણવીર સિંહ તથા અજય દેવગન સાથે મળીને આતંકી હુમલામાંથી મુંબઈને બચાવવાનો પ્રયાસ કરે છે. ટ્રેલરમાં કેટરીના કૈફ પણ જોવા મળી છે, જેને અક્ષય કુમારની કામ કરવાની રીત બિલકુલ પસંદ નથી. ફિલ્મમાં દર્શકોને ગમે એ બધું જ એન્ટરટેઈન્મેન્ટ છે. એક્શન, ડાન્સ તથા સીટી માર સંવાદો છે.
ફિલ્મમાં અક્ષય કુમારે ફિલ્મમાં ડીસીપી વીર સૂર્યવંશીના અને કેટરીના ડો. અદિતી સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. આ પહેલાં અક્ષય તથા કેટરીનાએ ‘સિંઘ ઈઝ કિંગ’, ‘દે દના દન’, ‘વેલકમ’, ‘નમસ્તે લંડન’ જેવી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મને સાજીદ-ફરહાદે લખી છે અને રોહિત શેટ્ટી, કરન જોહરને પ્રોડ્યૂસ કરી છે.
ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અઝય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ‘સિમ્બા’ના ક્લાઈમેક્સમાં ‘સૂર્યવંશી’ની જાહેરાત કરવામાં આવી હતી.
click and follow Indiaherald WhatsApp channel