ચૂંટણીપંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને તારીખની જાહેરાત કરી હતી. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારીની ચકાસણી થશે અને ત્યારબાદ ચૂંટણી 8 ફેબ્રુઆરીએ શનિવારે યોજાશે.મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે સોમવારનાં બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી તારીખોની જાહેરાત કરી. આ સાથે જ રાજધાનીમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીનાં તમામ 70 વિધાનસભા સીટો પર વોટ નાખવામાં આવશે અને 11 ફેબ્રુઆરીનાં ચૂંટણી પરિણામોની જાહેરાત થશે. વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી મુકાબલો ત્રિકોણીય છે. એક તરફ સત્તાધારી આમ આદમી પાર્ટી તો બીજી તરફ વિરોધ પક્ષમાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ. 

ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરાએ જાહેરાત સમયે કહ્યું કે 13797 પોલીંગ બુથ બનાવવામાં આવ્યા છે. આયોગે ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી છે. મીડિયા મોનિટરીંગ ટીમ બનાવવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 90 હજાર કર્મચારીઓની જરૂરત પડશે. સિનીયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 80 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન પોસ્ટલ બેલેટથી પણ વોટીંગ કરી શકે છે જેના માટે તેમને નવું ફોર્મ ભરવું પડશે.દિલ્હીમાં 1 કરોડ 46 લાખ મતદાર છે. હવે આચારસંહિતા દિલ્હીમાં લાગૂ થઇ જશે. સુનીલ અરોરાએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં આ રાજ્યને લગતી કોઇ જાહેરાત નહી કરી 
શકાય જેનાથી મતદારો પર પ્રભાવ પડે અને સત્તાપક્ષને ફાયદો થાય.

વિધાનસભાની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: