કોરોનાએ અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે, કોરોનાથી અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 કેસ પોઝિટીવ આવ્યા છે.
શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ મચી ગયો હતો. એક જ વિસ્તારમાં આટલા ભયંકર કેસો આવવાના કારણે હરિપુરામાં ઉચ્ચ અધિકારીઓના ધામા જોવા મળ્યા છે. હાલમાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામના પરિવારને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
તેમજ આગળ વાયરસ ન ફેલાઈ એ માટે રસ્તો બ્લોક કરી આખા વિસ્તારમાં સેનેટાઈઝિંગ કરવામાં આવી રહ્યો છે. હરિપુરાના લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે તે લોકો ઘર બહાર ન નીકળે. કોરોનાના કેસ વધારે ન ફેલાઇ તે માટે સપરકાર સતત કાર્યરત છે.
click and follow Indiaherald WhatsApp channel