બોલિવૂડની જાણીતિ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટીવ મળ્યો છે. કનિકા કપૂર રવિવારે લખનૌના ગેંલેટ એપાર્ટમેંટમાં પાર્ટી આપી હતી. જેમાં અનેક મોટા નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે. તેમના દિકરા અને સાંસદ દુષ્યંત સિંહ પણ શામેલ થયા હતાં. જેથી દુષ્યંત કુમારને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
લંડનથી આવ્યા બાદ તે લખનઉમાં રોકાઈ હતી અને પછી તાજ હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં હાજર રહી હતી. આ ઉપરાંત આ પાર્ટીમાં ઉત્તર પ્રદેશ સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. હવે સ્વાસ્થ્ય વિભાગ પાર્ટીમાં સામેલ તામમ લોકોની માહિતી ભેગી કરી રહ્યું છે. તમામના ટેસ્ટ કરવામાં આવશે અને જો આમાંથી કોઈનામાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને અલગ રાખવામાં આવશે.
લખનૌ પ્રશાસને કહ્યું હતું કે, જ્યારે વિદેશથી પરત આવેલા લોકોની તપાસનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું તો કનિકાનું થર્મલ ટેસ્ટિંગ થયું નહોતું. ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગે કનિકાના ઘરે જઈને સેમ્પલ લીધું હતું, જે પોઝિટિવ આવ્યું હતું. લખનૌ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે કનિકા લખનઉમાં તાજ હોટલમાં રોકાઈ હતી. 14 માર્ચે ચેકઈન કર્યું, 16 માર્ચે ચેકઆઉટ કર્યું. અહીંયા એક પાર્ટી યોજાઈ હતી.
આ પાર્ટી કોંગ્રેસના પૂર્વ સાંસદ જિતિન પ્રસાદના સસરા આદેશ સેઠે આપી હતી. આ પાર્ટીમાં જિતિન પ્રસાદ, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે, તેમનો દીકરો તથા ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, યુપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહ તથા તેમના પત્ની, લોકાયુક્ત સંજય મિશ્રા સહિતના હાઈપ્રોફાઈલ લોકો સામેલ હતાં.
click and follow Indiaherald WhatsApp channel