પુલવામા હુમલાને એક વર્ષ પૂરં થઈ ગયું છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો દ્વારા શહીદોના પરિવારજનોને મદદ કરવાની, શહીદોની યાદગીરી માટે કામ કરવાની મોટી મોટી બાંગો પોકારવામાં આવી હતી પણ આ બાંગો સાવ પોકળ હતી. આજે એક વર્ષે પણ મોટાભાગના શહીદોના પરિવારજનોને સરકારી સહાય મળી નથી. ભાગલપુર જિલ્લાના રતનગંજના રહેવાસી શહીદ જવાન રતન ઠાકુરની યાદગીરીમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત સરકારે કરી હતી જે પૂરી નથી થઈ જેથી ગ્રામજનો હવે પોતાની રીતે સ્મારક બનાવશે એવી ચર્ચાએ જોર પકડયું છે. જે સહાયતાની જાહેરાત કરાઈ હતી તે અપાઈ છતાં ઘણા વાયદા સરકારે હજી પૂરા કર્યા નથી. 

 


પુલવામા આતંકી હુમલાના એક વર્ષ બાદ શહીદ માનેશ્વર બાસુમુતારીના પરિવારજનોએ સરકાર ઘૂસણખોરો સામે કડક પગલાં ભરે એવી આશા વ્યક્ત કરી છે. શહીદના પત્ની સંમતિએ જણાવ્યું હતું કે તેણે તેનો પતિ ગુમાવ્યો એ બાદ રાજ્ય સરકારે તેના પરિવારને ૨૦ લાખ રૂપિયાની સહાય કરી છે. રાજ્ય સરકારે મારી દીકરી દિવમશ્રીને પ્રવાસન વિભાગમાં નોકરી પણ આપી છે. એ ઉપરાંત બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના વડા હગ્રામા માહિલરીએ પણ પાંચ લાખની આર્થિક સહાય કરી છે.

 

પુલવામા હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું. સૌથી પહેલાં તો કૂટનીતિક પગલાં લેતા પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો. ત્યારબાદ પાકિસ્તાન ઉપર દબાણ વધારતા પાકિસ્તાનથી આવતી વસ્તુઓ ઉપર ૨૦૦ ટકા જેટલો જકાત વધારી દેવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાન સાથે જોડાયેલી બસ સેવા પણ ભારતે અટકાવી દીધી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: