બાહુબલી સ્ટાર પ્રભાસનું નામ હંમેશા સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે જોડવામાં આવે છે. કેટલીક રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે બંન્ને રિલેશનમાં છે. પડદા પર આ જોડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે. અફેરની ખબરો વચ્ચે હવે અનુષ્કાએ પ્રભાસ સાથે પોતાના સંબંધને લઇ એક ખુલાસો કર્યો છે. અનુષ્કાએ કહ્યું કે, પ્રભાસ સાથે તેની દોસ્તી એવી છે કે, તેઓ સવારે ત્રણ વાગે પણ વાત કરી શકે છે.

 

એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું,”હું પ્રભાસને ગત 15 વર્ષથી જાણુ છું અને તે મારો એક એવો દોસ્ત છે જેની સાથે હું સવારે 3 વાગે વાત કરી શકુ છું. અમે સામાન્ય રીતે જોડાયેલા છે કારણ કે અમે બંન્ને પરિણીત નથી. અને ઓનસ્ક્રિન અમારી સારી જોડી છે. જો અમારા વચ્ચે કંઇ પણ આવું હોતુ તો જાણ થતી. અમે બંન્ને એક જ પ્રકારના છીએ જે પોતાની ભાવનાને સંતાડતા નથી.”


આ પહેલા એવી પણ ખબરો હતી કે, અનુષ્કાનું અફેર છૂટાછેડા થયેલા ડાયરેક્ટર સાથે છે અને બંન્ને ખુબ જ જલ્દી લગ્ન કરશે. અનુષ્કાએ એક સમયે ગુસ્સામાં કહ્યું હતું કે,’મને સમજમાં નથી આવતુ કે લોકો આ પ્રકારની ખબર કેવી રીતે લખી શકે? જો કોઇ તેમના વિશે ખોટી ખબર લખે છે તો તેનાથી તેમનો પરિવાર પ્રભાવિત થાય છે. લોકોને આ વાતની જાણકારી હોવી જોઇએ.’

మరింత సమాచారం తెలుసుకోండి: