અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે સુરતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. સુરતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. આમ આજે કુલ મળીને સુરતમાં કુલ 61 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 201 થઈ ગયો છે. જ્યારે કોરોનાને કારણે સુરતમાં સાત લોકોનાં મોત નિપજ્યા છે.                                 

 

સુરત માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે. સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 201 થઈ ગયો છે. જેમાં 194 કેસ તો માત્ર સુરત શહેરમાં જ છે. જ્યારે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 7 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં આજે સવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને સવાર બાદ સાંજ સુધીમાં એકસાથે 45 કેસો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. નવા ઉમેરાયેલાં દર્દીઓ લંબે હનુમાન રોડ, માનદરવાજા અને મીઠીખાડી વિસ્તારના છે. આજે 36 વર્ષિય મહિલા અને એક આધેડનું સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયું છે.જેથી મરણાંક સાત થયો છે.                         

మరింత సమాచారం తెలుసుకోండి: