વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બા’તમાં પ્રજાની માફી પણ માંગી છે. જો કે દુનિયાભરના ઉદાહરણને જોતા લાગે છે કે આ પગલું ઉઠાવું ખૂબ જ જરૂરી હતું. છતાંય વડાપ્રધાને સંવેદના વ્યકત કરતાં કહ્યું કે લોકોની પરેશાની માટે તેઓ સમગ્ર દેશની પ્રજાની માફી માંગે છે. એકાએક લેવાયેલ લોકડાઇનના નિર્ણયથી લોકો હેરાન પરેશાન છે જેની મોદીજીએ માફી માંગી છે.
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાની સ્થિતિ જોયા બાદ લાગે છે કે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો આ એક જ રસ્તો બચ્યો છે. ઘણા બધા લોકો મારાથી નારાજ પણ હશે કે કેવી રીતે બધાને ઘરમાં બંધ રાખીએ. આપને જે અસુવિધા થઇ છે તેના માટે હું ક્ષમા માંગું છું.
લોકડાઉન બાદ દેશભરમાંથી એવી તસવીરો સામે આવી રહી છે કે કોઇનું પણ દિલ પીગળી શકે છે. શહેરોમાં દહાડી મજૂરી પર કામ કરનાર લોકો ગામની તરફ પલાયન કરી રહ્યા છે. લોકો હજારો કિલોમીટરીનું અંતર કાપી કોઇપણ પ્રકારની પરવાહ કર્યા વગર બાળકો અને વૃદ્ધોની સાથે પગપાળા નીકળી પડ્યા છે.
મોદીએ વધુમાં કહ્યું કે હું તમારી પરેશાની સમજું છું. દેશને કોરોનાની વિરૂદ્ધ લડાઇ માટે આ પગલું ઉઠાવ્યા વગર કોઇ રસ્તો નહોતો. કોરોનાની વિરૂદ્ધ લડાઇ જીવન અને મૃત્યુની વચ્ચેની લડાઇ છે અને આ લડાઈમાં આપણે જીતવાનું છે. બીમારી અને તેના પ્રકોપથી શરૂઆતમાં જ ઉકેલવો જોઇએ. બાદમાં રોગ અસાધ્ય થઇ જાય છે ત્યારે સારવાર પણ મુશ્કેલ થઇ જાય છે. આજે આખુ હિન્દુસ્તાન અને દરેક હિન્દુસ્તાની આ કહી રહ્યા છે.
click and follow Indiaherald WhatsApp channel