બોલિવૂડ અને ટીવી જગતમાં અગંત જીવનની ચર્ચાઓ પણ જાહેર જીવનમાં આવે છે. અંગત જીવન ચર્ચાનો વિષય ન બને તેની કાળજી હર કોઇ લે છે પણ અમુક લોકો એવા પણ છે જે મીડિયાની હાઇ લાઇટમાં રહેવા માટે કાંડ કરતા રહેતા હોય છે. અવાર નવાર કપલ જોડાવાના સમાચાર આવતા રહેતા હોય છે. એ જ રીતે કોઈના જીવન વેર વિખેર થવાના સમાચાર પણ આવતા રહે છે. હાલમાં એક એવા જ સમાચાર આવ્યા છે. ટીવી જગતની સૌથી ચર્ચીત અને નચ બલીયે-3ની વિજેતા જોડી સંજીદા શેખ અને આમિર અલીના લગ્ન જીવનમાં ખટાશ આવી ગઇ છે.
પરંતુ હવે માહિતી મળી છે કે, આ સુપરહિટ જોડીના લગ્નજીવનમા બરાબર નથી ચાલી રહ્યું. વાત તો ત્યાં સુધી આવી રહી છે કે હાલમાં બંને સાથે પણ નથી રહેતા. જો કે એવું કહેવાય છે કે, તેમના સંબંધમાં હજુ સમસ્યાની શરૂઆત જ થઈ છે અને હાલ સંજીદા પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ મામલે આમિરે કહ્યું કે, તમે શું વાત કરી રહ્યા છો મને ખબર નથી. ત્યારબાદ મેસેજ દ્વરા પૂછવામાં આવ્યું તો, આમિરે કોઈ જ જવાબ આપ્યો ન હતો.
સુત્રોના હવાલે મળેલી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયા પર જેવી દેખાઈ છે, તેનાથી ઘણી જ અલગ હોય છે જીંદગી’. ઉલ્લેખનીય છે કે, આમિર અને સંજીદાએ 2 માર્ચ 2012માં લગ્ન કર્યા હતા. તે પહેલા આ બંને 7 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચુક્યા છે.
click and follow Indiaherald WhatsApp channel