રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં સચિન પાયલટ જૂથ તરફથી દાખલ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં પાયલટ જૂથ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ પોતાની દલીલ રાખી હતી. ત્યારબાદ અભિષેક મનુ સિંઘવીએ વિધાનસભા અધ્યક્ષ તરફથી પક્ષ રાખ્યો. તેમના બાદ અભિષેક મનુ સિંઘવીએ વિધાનસભા અધ્યક્ષ તરફથી પક્ષ રાખ્યો. તેમણે કહ્યું કે, પાયલટ જૂથની અરજી પ્રી-મેચ્યોર છે તેને ફગાવવામાં આવે. ત્યાબાદ કૉર્ટે આ મુદ્દે સુનાવણી સોમવાર એટલે કે 20 જુલાઈ સવારે 10 વાગ્યા સુધી ટાળી દીધી છે.

 

શુક્રવારનાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પાયલટ જૂથ તરફથી હરીશ સાલ્વેએ પોતાની દલીલો રાખતા કહ્યું કે પાયલટ જૂથે દળ-બદલ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું. આવામાં સ્પીકરને નોટિસ આપવાનો અધિકાર નથી. સાલ્વે બાદ મુકુલ રોહતગીએ પોતાની દલીલો રાખી. હાઈકોર્ટમાં સચિન પાયલટ જૂથની પૈરવી બાદ સ્પીકર તરફથી દલીલ આપતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ અરજીને તાત્કાલિક ફગાવવાની અપીલ કરી. સિંઘવીએ પાયલટ જૂથની આ અરજીને પ્રીમેચ્યોર બતાવવા માંગ કરી કે આને ફગાવવામાં આવે, ત્યારબાદ હાઈકોર્ટે 20 જુલાઈ સવારે 10 વાગ્યા સુધી સુનાવણી ટાળી દીધી છે.

 

સાલ્વેએ દલીલમાં એ પણ કહ્યું કે, પાર્ટી જૂથે કોઈ વિદ્રોહ નથી કર્યો, તેઓ ફક્ત પોતાની વાત રાખવા માટે ગયા હતા. સાલ્વેએ કહ્યું કે કલમ 19(1) (એ) અંતર્ગત બોલવાની આઝાદીની વિરુદ્ધ તેમને નોટિસ આપવામાં આવી છે. સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યો દિલ્હીમાં પોતાનો પક્ષ રાખવા ગયા હતા, જ્યારે સરકારે સ્પીકર દ્વારા કલમ 10નાં અંતર્ગત નોટિસ ફટકારી.

మరింత సమాచారం తెలుసుకోండి: