સુહાગરાતને લઇને દરેકના મનમાં અલગ અલગ વિચારો ચાલતા હોય છે. સુહાગરાતના સપનાને લઇ દરેક યુવાઓએ પોતાના સાથી સાથે પ્લાન ઘડ્યો હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હાલોલ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ મથકે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હાલોલ તાલુકાના એક ગામમાં ગત માસમાં બન્નેના લગ્ન જ્ઞાાતિના રીતિ-રિવાજ મુજબ થયા હતા થયા હતા. જ્યાં લગ્ન બાદ હોટેલમાં બુક કરાવ્યો હતો જ્યાં પત્નીને અશ્લીલ ક્લીપો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ચકચાર મચાવનાર આ બનાવની મળતી વિગતો મુજબ હાલોલ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી ઉચ્ચ જ્ઞાાતિની એક કોડભરી કન્યાના લગ્ન તા.૧૩/૧૨ના રોજ જ્ઞાાતિના એક સાધન સંપન્ન પરિવારના યુવક સાથે થયા હતા. જેમાં લગ્નની મધ્યરાત્રિ બાદ પરણિત યુવતીના પતિએ હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ એક નામાંકિત હોટલમાં રૃમ બુક કરી યુવતીને લઈ ગયો હતો. હોટેલમાં પહોંચી યુવાનના મનમાં શેતાન જાગ્યો હતો. અને પોતાના મોબાઈલમાં નવોઢાને અશ્લીલ ફોટા, વિડીયો અને ક્લિપો બતાવવા લાગ્યો અને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું.
જોકે આ બાબતે પતિથી છુટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડા લઈ લીધા હોવાનું પણ ચર્ચાતું સાંભળવા મળ્યું હતું. આ અંગે યુવતીએ હાલોલ રૃરલ પોલીસ મથકે પોતાના સાથે અશ્લીલ કિલપ ફોટા અને વીડિયો બતાવી પતિએ બળજબરી પુર્વક કરેલ સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
click and follow Indiaherald WhatsApp channel