ઢીંગ એક્સપ્રેસના નામે જાણિતી યુવા એથલીટ હિમાદાસે વધુ એક એવોર્ડ પોતાના નામે કર્યો છે. શનિવારે હિમાએ ચેક ગણરાજ્યમાં નોવે મોસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રી માં મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે હિમાએ આ વર્ષે કુલ પાંચ ગોલ્ડમેડલ જીત્યા છે. 

હિમાએ પોતાના ટ્વિટર પર આ માહિતી શેર કરતાં લખ્યું હતું કે 'ચેક ગણરાજ્યમાં 400 મીટરની સ્પર્ધામાં ટોપ સ્થાન પર પહોંચીને રેસ પૂર્ણ કરી.' હિમાએ 52.09 સેકન્ડમાં આ રેસ પુરી કરી હતી. આ રેસમાં બીજું સ્થાન ભારતની રનર વી.કે. વિસ્મયાએ લીધું. જે હિમા કરતાં 53 સેકેન્ડ પાછળ હતી, તેણે 53.28 સેકન્ડમાં આ રેસ પુરી કરી હતી. જ્યારે ત્રીજું સ્થાન 53.28 સેકન્ડ સાથે ભારતની જ સરિતા બહેન ગાયકવાડે મેળવ્યું. ઉલ્લેખનીય છે કે જુલાઇ માસમાં જ હિમાએ અન્ય ચાર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે

હિમાની આ સિદ્ધથી સમગ્ર દેશ તેના પર ગર્વ કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેને શુભેચ્છા પાઠવી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: