બોલીવૂડ સ્ટાર કરીના કપૂર અને અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે બોક્સઓફિસ પર કુલ 17.56 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ કોમેડી ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અક્ષય, કરીનાની સાથે દિલજિત દોસાંજ અને કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. 

ફિલ્મના ફર્સ્ટ ડે કલેક્શનના આંકડા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેના ટ્વિટર પર શેર કર્યા છે. ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને ‘બધાઈ હો’ ફેમ રાઇટર જ્યોતિ કપૂરે લખી છે. હાલ થિયેટરમાં સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ પણ ચાલી રહી છે.

આ ફિલ્મની હીરોઇન કરીના કપુરે એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાત કરી હતી જે તમારી સમક્ષ રજુ કરું છું ઈન્ટરવ્યૂમાં કરિનાએ વાત કરી કે, જ્યારે હું વૃદ્ધ થઈ જાઉ ત્યારે મારે એક એવું પાત્ર ભજવવાની ઈચ્છા છે કે જેમાં એક મોટી ઉંમરની મહિલા એક નાના છોકરા એટલે કે ઓછી ઉંમરના હીરો સાથે રોમાંસ કરે. અલગ અલગ જનરેશનના લોકો પ્રેમમાં પડે છે. તમે પ્રિયંકા ચોપડા અને નિક જોનસનું ઉદાહરણ લઈ શકો છો. હું અને સેફ પણ અલગ અલગ જનરેશનના છીએ. એમાં કોઈ મોટી વાત નથી.

 

હાલમાં ફિલ્મ શિમલા મિર્ચના ટ્રેલરમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે કે એક મોટી ઉંમરની અભિનેત્રી નાની ઉંમરના હીરો સાથે પ્રેમમાં પડી રોમાન્સ કરે છે. આ ફિલ્મનાં ટ્રેલરમાં હેમા માલિની પોતાના દિકરાની ઉંમરના છોકરા સાથે પ્રેમમાં પડે છે.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: