ચાર્લ્સ બેન્ડ નિર્દેશિત ફિલ્મ ‘કોરોના જોમ્બીઝ’. આ ફિલ્મને ડિજીટલ પ્લેટફોર્મ પર 10 એપ્રિલના રોજ રિલીઝ કરી દીધી છે. ફિલ્મમાં Cody Renee Cameron, Russell Coker, Robin Sydneyએ કામ કર્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ નાની છે અને ફિલ્મ બનાવતા સમયે સોશિયલ ડિસ્ટેંસિંગનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે.

 

ફિલ્મમાં દેખાડાયું છે કે લોકો કોરોનાનો શિકાર તો થઇ રહ્યા છે પરંતુ મર્યા બાદ જોમ્બી બની જાય છે. હવે આમ કરીને ડાયરેકટરે બસ આ ફિલ્મને હોરર તરીકે જ પીરસવાની કોશિષ કરી છે. હવે તેઓ આ કામમાં કેટલાં સફળ થાય છે એ તો તમને ફિલ્મ જોઇ ખબર પડશે.

 

ફિલ્મમાં કેટલાંય રિયલ ફૂટેજનો ઉપયોગ કરાયો છે. કોરોનાને લઇ મોટા-મોટા નેતાઓની પત્રકાર પરિષદને ફિલ્મનો હિસ્સો બનાવાઇ છે. ફિલ્મમાં દેખાડ્યું છે કે આ કોરોના જોમ્બીથી લડવા માટે એક પ્રેસિડન્ટ કોરોના સ્કોડની રચના કરાઇ છે. આ સ્કોડ માત્ર કોરોના વાયરસના જડને શોધવાની કોશિષ જ કરતાં નથી પરંતુ એ જોમ્બીઝ સામે પણ લડાઇ કરે છે.

 

આ ફિલ્મમાં માત્ર ત્રણ જ કલાકારો લેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં આ ફિલ્મમાં બીજી બે ફિલ્મોને પણ જોડવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ હેલ ઓફ ધ લિવિંગ ડેડ અને જોમ્બીઝ vs સ્ટ્રિપર્સની. આ બે ફિલ્મોના ફૂટેજ આ ફિલ્મમાં જોઇ શકાય છે. આ બંને ફિલ્મોને જોડ્યા બાદ ફિલ્મની કુલ લંબાઇ એક કલાકની થઇ છે. આપને જણાવી દઇએ કે કોરોના જોમ્બીઝના શુટિંગને માત્ર 28 દિવસમાં અંજામ અપાયો છે.

કોરોના જોમ્બીઝને દરેક લોકો ડિજીટલ પ્લેટફોર્મ ‘ફૂલ મુન ફીચર્સ’ પર જોઇ શકે છે. ફિલ્મમાં કોરોનાનું નવું રૂપ દેખાડ્યું છે જે વાસ્તવિકતાથી ચોક્કસ દૂર છે પરંતુ લોકો માટે નવો અનુભવ છે.

మరింత సమాచారం తెలుసుకోండి: