નિર્ભયા ગેંગરેપ કેસના તમામ ચારેય દોષિતોને આજે તિહાડ જેલમાં સવારે સાડા 5 વાગ્યે ફાંસી આપી દેવાઇ. આની પહેલાં સુપ્રીમ કોર્ટે વહેલી સવાર સુધી એક દોષિત પવન ગુપ્તાની અરજી પર સુનવણી કરી અને તેની છેલ્લી અરજી પણ નકારી દીધી. દિલ્હીની એક કોર્ટે તમામ ચારેય દોષિતોને 20મી માર્ચ માટે ડેથ વોરંટ રજૂ કર્યું હતું.
ઘડિયાળમાં જેવા સવારે 5.30 વાગ્યાનો સમય થયો. તિહાડમાં હાજર જલ્લાદે લીવર ખેંચી દીધું અને દોષિતોને ફાંસી પર લટકાવી દીધા. ફાંસી પહેલાં નિર્ભયાના દોષિત કેવા ખોફમાં હતા આ જેલમાં હાજર લોકોએ જોયું. ફાંસી માટે જતા સમયે ચારેય દોષિતોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. આ દરમ્યાન એક દિષોત ગભરાયો અને ત્યાં ફાંસી ઘરમાં આળોટવા લાગ્યો.
તિહાડ જેલના મે઼ડિકલ ઓફિસરે નિર્ભયાના તમામ દોષિતોને મૃત જાહેર કરી દીધા છે. તિહાડમાં પવન, મુકેશ, વિનય અને અક્ષયને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી બાદ અંદાજે એક કલાક સુધી દોષિતોના શરીરના ફંદા ઝૂલતા રહ્યા હતા. અડધા કલાક બાદ મેડિકલ ઓફિસરોએ મૃતદેહોની તપાસ કરી. હવે ડૉકટર પેનલ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે.
નિર્ભયાના માતા એ દોષિતોને ફાંસી આપ્યા બાદ કહ્યું કે આજે દેશની બાળકીઓને ન્યાય મળ્યો. તેમણે કહ્યું કે જે રીતે નિર્ભયા કેસમાં મોડું કરવા તકનીકી અપનાવી પરંતુ સુપ્રીમ કોર્ટે બધાને રદ્દ કરી દીધી. તેમણે કહ્યું કે અમને મોડા પણ ન્યાય મળ્યો. આ ન્યાય વ્યવસ્થાના પ્રત્યે અમારો વિશ્વાસ બની રહેશે. આપણને બધાને ન્યાય મળ્યો. અમે આ લડાઇ આગળ પણ ચાલુ રાખીશું.
click and follow Indiaherald WhatsApp channel