ટીવી સિરીયલની સંસ્કારી વહુનો રોલ ભજવનાર હિના ખાન હવે બોલિવૂડમાં ફિલ્મ ‘હેક્ડ’(Hacked) થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી હિના ખાન(Hina Khan) હાલ તેની ફિલ્મના રિલીઝ બાદ ઘણી ચર્ચામાં છે. આપને જણાવી દઈએ કે હિના તેના ગ્લેમરસ અંદાજ અને સુંદર લુકના કારણે સોશિયલ મીડિયા પર તો સુપરસ્ટાર છે જ. પરંતુ હવે હિના ખાન ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર પણ હોટનેસથી આગ લગાવી રહી છે.
મળતી માહિતી મુજબ હિના ખાને ફિલ્મ ‘હેક્ડ’માં કેટલાક બોલ્ડ સીન પણ આપ્યા છે. ત્યારે પોતાના આ બોલ્ડ સીન અંગે હિના ખાને બેધડક વાતો કરી છે. તેને બતાવ્યું કે આ બોલ્ડ સીન માટે તેને પોતાને કેવી રીતે તૈયાર કરી. મીડિયા રિપોર્ટ મુજબ હિનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘હું થોડી હેરાન હતી. રોહન શાહે મારાથી વધારે કામ કર્યું છે. તેથી તેમના માટે આ સામાન્ય હતું. બોલ્ડ સ્ક્રીપ્ટ સાંભળીને પહેલા મેં ફિલ્મ ન કહેવાનું મન બનાવ્યું હતું. પરંતુ હું આ ચેલેન્જ પણ એક્સેપ્ટ કરવા માંગતી હતી. કારણ કે જ્યારે મે આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે મને ખબર હતી કે આજના સમયમાં બોલ્ડ સીન સામાન્ય બાબત છે.’
ઉપરાંત હિનાએ કહ્યું કે,‘આપણે હવે રિયલિસ્ટિક સિનેમાની વાતો કરીએ છીએ. તો એક્ટિંગનો કોઈ સ્કોપ હોતો નથી. તમારે આ જોવાનું હોય છે કે એક કપલ વચ્ચે શું થઈ રહ્યું છે. મને ખુદને આ માટે તૈયાર કરવી પડી હતી. મારી માટે આ સરળ નહોતું.’ આપને જણાવી દઈએ કે હેક્ડ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં એક્ટર રોહન શાહ મુખ્ય ભૂમિકામાં છે.
click and follow Indiaherald WhatsApp channel