કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેરામિલિટરી ફોર્સના જવાનોને તેમના પરિવાર સાથે સમય વિતાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે મોદી સરકાર દેશની સુરક્ષા કરતી વખતે કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોના પરિવારની સંભાળ રાખવા માટે કટિબદ્ધ છે. નવા મુખ્યાલય બિલ્ડિંગનો શિલાન્યાસ કરતી વખતે સીઆરપીએફના જવાનોને સંબોધન કરતા શાહે કહ્યું સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છેકે દરેક અર્ધલશ્કરી દળે તેમના પરિવાર સાથે ઓછામાં ઓછા 100 દિવસ વિતાવવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું  સૈનિકો કુટુંબો આરોગ્ય કાર્ડ આપવામાં આવશે.

શાહે વધુમા કહ્યું, “અર્ધસૈનિક દળના જવાનોના પરિવારોને સ્વાસ્થ્ય કાર્ડની સુવિધા આપવામાં આવશે. તે અંતર્ગત જવાનોના પરિવારજનો મેડિકલ ચેકઅપ કરાવી શકશે. ગૃહમંત્રાલયે CRPFમાં બી, સી અને ડી કેટેગરી અંતર્ગત લગભગ 35 હજાર પદોનું નિર્માણ કર્યું છે. જેનાથી દેશના અન્ય યુવાઓ માટે નોકરીની તક ઉભી થશે.  

“પ્રધાનમંત્રી મોદીએ જવાનોની સેવાનિવૃત્તિની મર્યાદા 57થી વધારીને 60 વર્ષ કરી દીધી છે. તેમની સરકાર એવી નીતિઓ બનાવશે જેનાથી CRPFના જવાનો અને અન્ય સુરક્ષાદળોનું કલ્યાણ સુનિશ્વિત થઇ શકશે. ”

અમિત શાહે રવિવારે CRPF હેડક્વાર્ટરની આધારશિલા રાખી. લોધી રોડ પર આ ઈમારત 2.23 એકર જમીન પર આકાર લેશે. તેના નિર્માણમાં લગભગ 277 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.

మరింత సమాచారం తెలుసుకోండి: